Today's Thought

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર અપડેશન ચાલુ છે આ બ્લોગ પર તમને શિક્ષણને લગતી ગણીબધી જરૂરી માહિતી ઉપ્લબ્ધ થશે.

Wednesday, 30 March 2016

ધોરણ-1માં છ વર્ષથી વધુ ઉંમરના બાળકને જ પ્રવેશ મળશે

અમદાવાદઃ હવે ધોરણ-1માં છ વર્ષથી વધુ ઉંમરના બાળકને જ પ્રવેશ મળશે. એક જાહેર હિતની અરજીને પગલે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. હાઈકોર્ટને કરેલી જાણ પ્રમાણે ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરના નિયમમાં ગુજરાત સરકાર સુધારો કરવાનું છે. અત્યાર સુધી પાંચ વર્ષથી મોટી વયના બાળકોને ધોરણ-1માં પ્રવેશ અપાતો હતો. પરંતુ હવે 6 વર્ષથી મોટી વયના બાળકોને પ્રવેશ આપવા અંગે નિયમ લવાશે. આ અંગે 10 દિવસમાં જરૂરી નિર્ણય લઈને સરકાર હાઈકોર્ટને જાણ કરશે. એક જાહેર હિતની અરજીના પગલે સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

No comments:

Post a Comment

Tricks and Tips